Sorry, your browser does not support JavaScript!

Online Application for Seeds -JAU

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ

રબી-૨૦૨૫-૨૬ માટે યુનિવર્સિટી ઉત્પાદીત ચણા, જીરૂ અને ઘઉંના સર્ટીફાઇડ/ટ્રુથફૂલ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી

ઓનલાઈન અરજી ભરવા માટે ની જરૂરી શરતો : ઓનલાઈન અરજી તથા પ્રિન્ટ કાઢવાની છેલ્લી તારીખ ૨૫-૦૯-૨૦૨૫ છે.
1) ખાતેદાર ખેડૂતોના "૮-(અ)"માં નોંધાયેલ નામો પૈકી કોઈ ૫ણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધારકાર્ડ સાથે એક જ અરજી કરી શકશે. જો એક કરતાં વધારે અરજી માલુમ ૫ડશે તો વધારાની બધી જ અરજીઓ રદ્દ કરવામાં આવશે.
2) જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.
3) ચણા, જીરૂ અને ઘઉંના બિયારણની નોંધણી માટેની અરજી ફકત ઓનલાઈન જ સ્‍વીકારવામાં આવશે.
4) આગામી રવી-૨૦૨૫-૨૬ ઋતુમાં ખેડૂતમિત્રોને વાવેતર માટે દેશી ચણાની GJG-3, GG-5, GJG-6, GG-7 અને કાબુલી ચણાની GKG-1, જીરૂમાં GC-4 અને ઘઉંમાં Lok-1 અને GW-496 જાતોનું સર્ટિફાઈડ/ટ્રુથફુલ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે ઉપલબ્ધ હોઈ ખેડૂતમિત્રો પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાકો અને જાતો પૈકી કોઈ પણ એક પાકની એક જાતના બિયારણ માટે અરજી કરી શકશે. જે જાત માટે અરજી કરી હશે તેજ જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રોએ અરજીમાં જે જાત માટે ઓનલાઈન અરજી કરી હશે તેજ જાતનું બિયારણ આપનો નંબર આવે ત્યાં સુધી અથવા જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી આપની ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં ચણામાં ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા.) અને જીરૂમાં ૫ બેગ (૧૦ કિ.ગ્રા.) અને ઘઉંમાં ૧૦ બેગ (૪૦૦ કિ.ગ્રા.) મુજબ મળવાપાત્ર થશે.
5) ચણા, જીરૂ અને ઘઉંનું બિયારણનું વિતરણ સીડ હબ ગોડાઉન (યુનિવર્સીટી ગેટ નં.-૩), બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતેથી કરવામાં આવનાર છે.
6) ઓનલાઈન અરજીની નોંધણી થયા બાદ ઓનલાઈન પાવતીની પ્રિન્‍ટ કાઢીને તેમાં અરજદારે સહી કરી અને બિયારણ લેવા આવતી વખતે પાવતી જમા કરાવવાની રહેશે તેમજ ચણાના બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાવેલ પુરાવા જેવા કે આધારકાર્ડની નકલ, જમીનનો ૮-(અ) નો તાજો અસલ દાખલો (છ મહિનાથી જૂનો દાખલો ચાલશે નહીં), બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ (અરજદારનો ખાતા નંબર અને બેંકનો IFSC નંબર વંચાય તેવો હોવો જોઈએ.) અરજીની ૫હોંચ સાથે રજુ કરવાના રહેશે. ઉ૫રોકત બધા પુરાવામાં ખેડૂત ખાતેદારની અટક અને નામ એક સરખા હોવા જરૂરી છે. ઓનલાઈન કરેલ અરજીની વિગતો અને રજુ કરવામાં આવેલ પુરવામાં જો ફેરફાર હશે તો અરજી માન્‍ય ગણવામાં આવશે નહીં. જીરૂ અને ઘઉં ખરીદનાર ખેડૂતે ફક્ત ઓનલાઈન અરજીની નકલ રજુ કરવાની રહેશે. અન્ય પુરાવાની જરૂર નથી.
7) બિયારણ ખરીદી માટે ખેડૂતમિત્રોને ફાળવવામાં આવેલ તારીખે જ બિયારણ મળશે. એટલે કે ખેડૂતમિત્રોને જે તારીખે બિયારણ લેવા આવવા માટે ફાળવવામાં આવે તે તારીખે જ લઈ જવાનું રહેશે. અન્‍યથા તે તારીખ બાદ ખેડૂતમિત્રની અરજી અમાન્‍ય ગણવામાં આવશે અને તે ખેડૂતને ત્‍યારબાદ બિયારણ ખરીદીનો લાભ આ૫વામાં આવશે નહીં.
8) બિયારણની ફાળવણી માટે આપના દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીની ચકાસણી બાદ અધિકૃત કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમથી રેન્ડમાઈઝેશન કરવામાં આવશે અને તે મુજબ બિયારણ વિતરણ કરવામાં આવશે. પાછળથી કોઈ પણ દાવો ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
9) અરજીમાં ચણા, જીરૂ અને ઘઉંની જાતની નોંધણી એક વાર થઈ ગયા પછી તેમાં સુધારો થઇ શકશે નહિ. જયારે તે સિવાયની ભૂલ રહી ગઈ હશે તો તે અરજી કરવાના સમયગાળા દરમ્યાન સુધારી શકશે.
10) અત્રેના વિભાગ ખાતેથી પ્રાપ્ત થયેલ બિયારણની યોગ્ય સંપૂર્ણ ખરાઈ (બેગ ખોલી ચેક) કરીને જ લઈ જવું. તેમજ જો બિયારણમાં કોઈ પણ પ્રશ્ન હોઈ તો ત્યારેજ બીલ બનાવેલ તારીખે તેજ દિવસે અત્રેની કચેરીને જાણ કરવી. અન્યથા બિયારણ લઈ ગયા બાદ કોઈ પણ બાબત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
11) અત્રેના વિભાગના ગોડાઉન ખાતેથી બિયારણની બેગને પોતાના વાહનમાં ભરવાની/ચઢાઈ કરવાની સંપૂર્ણ જવાબદારી બિયારણ લેવા આવેલ વ્યક્તિની રહેશે.
12) બિયારણ ખરીદી માટે બીલ બની ગયા બાદ તે જ સમયે ત્યારેજ તાત્કાલિક બિયારણ ગોડાઉનમાંથી મેળવી લેવું.
13) અત્રેની કચેરી ખાતેથી બિયારણના જથ્થા/સ્ટેઝની ઉપલબ્ધી મુજબ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી તે મુજબ બિયારણની બેગનું વિતરણ કરવામાં આવશે. બિયારણની બેગના વિતરણમાં ખેડૂતોની સંખ્યાને ધ્યાનમાં રાખી જરૂરી વધારો/ઘટાડો કરવાની સત્તા આ કચેરીના વડાની રહેશે.
14) ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. ઓનલાઈન અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર DND એક્ટીવ હશે તો તે ખેડૂતોને બિયારણ ખરીદીનો SMS મળતો નથી. તો જે ખેડૂતમિત્રોના મોબાઈલમાં આ સુવિધા હોય તો તેને દુર કરવી. ઘણી વાર નેટવર્ક પ્રોબ્લેમ કે અન્ય કોઈ કારણોસર પણ SMS મળતો નથી. તો તેના માટે થઈ ને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in ઉપર અરજી મંજુર થયેલ ખેડૂતમિત્રોનું લીસ્ટ મુકવામાં આવે છે. જેમાં આપનું નામ હોઈ અને મેસેજ મળેલ ન હોય તો તે ખેડૂતોએ લીસ્ટમાં જણાવેલ તારીખમાં બિયારણ લેવા આવી જવું. આમ, બિયારણ વિતરણ અને પાકના ભાવ સબંધિત માહિતી તેમજ ખેડૂતમિત્રોની મંજુર થયેલ યાદીનું લીસ્ટ જોવા માટે યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in દરરોજ જોતા રહેવી.

ઓનલાઈન કરેલી અરજીની ફરીથી પ્રિન્ટ માટે અહિયાં દબાવો

પ્રથમ વખત અરજી કરવા નીચે મુજબની માહિતી ભરવી તે પૈકી લાલ (*) નિશાની કરેલ દરેક બોક્ષ ફરજીયાત ભરવાના રહેશે.

ખેડૂત ની વ્યક્તિગત માહિતી : દરેક માહિતી કાળજીપૂર્વક અને ચોક્સાઇ પણે ભરવી.
બિયારણ અને બેંકની માહિતી
પોતે ખેડૂત હોવાના પુરાવા : (૮અ પ્રમાણે જે ગામમાં જમીન હોય તે ગામ અને ખાતા નંબર)
સોગંધ નામું:
CAPTCHA Refresh  

બિયારણ મેળવવાની નોધણી માટેની ઓનલાઈન અરજી તા.૧૫-૦૯-૨૦૨૫ ના સવારે ૯:૦૦ કલાક થી તા.૨૫-૦૯-૨૦૨૫ રાત્રીના ૧૧:૫૯ વાગ્યા સુધી ચાલુ રહેશે.

બિયારણ માટેની માહિતીમાટે આ નંબર પર ફોન કરવો. (કામકાજ ના સમય દરમ્યાન) મેગાસીડ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી,જૂનાગઢ : (0285)2677450 / 2675070 .
ફોર્મ ભરતી વખતે તકનીકી મુશ્કેલી આવે તો આ નંબર પર ફોન કરવો. (કામકાજ ના સમય દરમ્યાન) આઇટી સેલ , જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ: (0285)2672080-90

Copyright (c) 2020, Junagadh Agricultural University.Developed and Powered by Information Technology Cell, JAU.