જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ "Intellectual Property Rights: Research Students and Faculties" વિષયક એક દિવસય સેમિનારનું આયોજન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે કરવામાં આવેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે આજ રોજ તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ યુનિવર્સીટીનાં માન. કુલપતિશ્રી, ડો. વી.પી. ચોવટીયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને "Intellectual Property Rights: Research Students and Faculties" વિષયક એક દિવસય સેમિનારનું આયોજન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે કરવામાં આવેલ. આ સેમિનારમાં મુખ્ય વક્તા તારીખે સ્વદેશી જાગરણ મંચ, નવી દિલ્હીના રાષ્ટ્રીય સહ સંયોજક, સી.એ.અને આઈપીઆર નિષ્ણાત ડો. ધનપતરામ અગ્રવાલએ Intellectual Property Rights અંગે માર્ગદર્શન પૂરું પાડેલ હતું. આ કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ મંચન પ્રાંત સંયોજક, ગુજરાત, શ્રી મનોહર લાલ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં યુનિવર્સીટીના અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.