જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવેલ જેનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૩/૧૨/૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવેલ. જેનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૩/૧૨/૨૦૨૪ના રોજ ડો. વી. પી. ચોવટિયા સાહેબ, માન. કુલાપતિશ્રીનાં અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ. આ સમારોહમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન.બી. જાદવ; કુલસચિવશ્રી, ડો. વાય. એચ. ઘેલાણી; નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ ડો. આર. એમ. સોલંકી; નિયામકશ્રી આઇ.ટી. સેલ, ડો. કે. સી. પટેલ; કાર્યપાલક ઇજનેરશ્રી, પ્રો. ડી. એસ. થાનકી; કૃષિ વિદ્યાશાખાના ડીનશ્રી, ડો. પી. ડી. કુમાવત; બાગાયત વિદ્યાશાખાના ડીનશ્રી, ડો. ડી. કે વરુ; કૃષિ ઇજનેરી વિદ્યાશાખાના ડીનશ્રી, ડો. એચ. ડી. રાંક; આચાર્યશ્રી, પી.જી.આઇ.એ.બી.એમ., ડો. સી. ડી. લખલાણી; તેમજ જુદી-જુદી રમતોમાં ભાગ લેનાર અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહેલ.