જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તા. ૦૬.૧૨.૨૦૨૪ના રોજ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ નું ઉદ્ઘાટન કરવામાં આવેલ.
રાજ્ય સરકારશ્રી દ્વારા તા. ૦૬.૧૨.૨૦૨૪ થી ૦૭.૧૨.૨૦૨૪ દરમ્યાન રાજ્યના ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્યના તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ રવિ કૃષિ મહોત્સવ દરમ્યાન સૌરાષ્ટ્રના ૭૫ તાલુકાઓમાં કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાય રહ્યો છે. રવિ કૃષિ મહોત્સવ - ૨૦૨૪ અંતર્ગત આજરોજ તા. ૦૬.૧૨.૨૦૨૪ના ના સરદાર પટેલ સભાગૃહ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે માન. ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના આદરણીય કુલપતિશ્રી, ડો. વી.પી. ચોવટીયા સાહેબ, નિવાસી અધિક કલેકટરશ્રી એન.એફ.ચૌધરી સાહેબ, પ્રાંત અધિકારી ચરણસિહ ગોહિલ સાહેબ, નાયબ ખેતી નીયામક(વિસ્તરણ) શ્રી એસ.એમ.ગધેસરીયા સાહેબની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ નું ઉદ્ઘાટન કરી કૃષિ મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો. જેમાં યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી, ડો. આર.બી. માદરીયા સાહેબ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. એન.બી.જાદવ સાહેબ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.એચ.સી.છોડવડિયા સાહેબ તેમજ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કૃષિ મેળામાં અંદાજીત ૬૨૩ ખેડૂતભાઈઓ અને બહેનોએ ઉત્સપુર્વક ભાગ લીધો હતો.