જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તા. ૨૨/૧૧/૨૦૨૪ના રોજ રક્તદાન કેમ્પ અને થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢના માનનીય કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટિયા સાહેબની પ્રેરણાથી સરદાર સ્મૃતિ કેન્દ્રના કિસાન વિકાસ ભવન ખાતે રક્તદાન કેમ્પ અને થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પના ઉદ્ઘાટન સમારોહ ડૉ. આર.બી.માદરીયા, સંશોધન નિયામકશ્રી અને અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષશ્રી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધ્યક્ષ સ્થાને તા. ૨૨/૧૧/૨૦૨૪ના રોજ યોજવામાં આવેલ. જેમાં ડો. જી. કે. ગજેરા, એમ.ડી. (પેથોલોજીસ્ટ), ગજેરા પેથોલોજી લેબોરેટરી, જુનાગઢ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી થેલેસેમિયા અને રક્તદાન અંગે વિગતવાર માહિતી આપેલ. સમારોહમાં કુલસચિવશ્રી ડૉ. વાય.એચ. ઘેલાણી; વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન.બી. જાદવ; નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો. આર.એમ. સોલંકી; શ્રી ધર્મેશ ઉપાધ્યાય, આસી. વાઈસ પ્રેસિડેન્ટ (એચ.ડી.એફ.સી.), જુનાગઢ; એચ.ડી.એફ.સી. બેંક અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાબાદ અને જુનાગઢના સ્ટાફગણ તેમજ યુનિવર્સિટીની બધી મહાવિદ્યાલયો અને પોલીટેકનીકસના ડીનશ્રીઓ અને આચાર્યશ્રીઓ, યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ / કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ. થેલેસેમીયા કેમ્પમાં કેમ્પસ અને કેમ્પસ બહારના જુદી-જુદી મહાવિદ્યાલયો અને પોલીટેકનીકસના કુલ ૮૦૦ વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવેલ. રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ / કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રક્તદાન કરેલ જેમાં કુલ ૭૭ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.