Campus Map
રાષ્ટ્રીય સેવા યોજના, કૃષિ મહાવિધાલય, જુ.કૃ.યુ., જૂનાગઢ દ્વારા સપ્ટેમ્બર -૨૫, ૨૦૨૪ ના રોજ રાષ્ટ્રીય પોષણ માહ કાર્યક્રમ અંતર્ગત હાઇબ્રિડ મોડમાં "પોષણનું મહત્વ" ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું.
રાષ્ટ્રીય સેવા યોજના, કૃષિમહાવિધાલય, જુ.કૃ.યુ.,જૂનાગઢ દ્વારા સપ્ટેમ્બર-૨૫, ૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય પોષણ માહ કાર્યક્રમ અંતર્ગત હાઇબ્રિડ મોડમાં "પોષણનું મહત્વ" ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ઉદ્ઘાટન સંબોધનમાં ડૉ. પી. ડી. કુમાવત, આચાર્ય અને ડીનશ્રી, કૃષિમહાવિધાલય, જુ.કૃ.યુ.જૂનાગઢ દ્રારા જણાવવામાં આવ્યું હતું કે પરિસંવાદનો ઉદ્દેશ્ય પોષણનું મહત્વ, સામાન્ય સ્વાસ્થ્ય પર તેના પ્રભાવ અને સયુકત પોષણને અપનાવવાની રીતો વિશે જનજાગૃતિ વધારવાનો છે. આ કાર્યક્રમ દરમ્યાન શ્વેતા સભરવાલ, ન્યુટ્રિશનિસ્ટ અને ક્લિનિકલ ડાયેટિશિયન, ચંદીગઢ એ વિષય નિષ્ણાત તરીકે સેવા આપી હતી. તેણીએ આપણા રોજિંદા જીવનમાં આહાર અને પોષક તત્વોના મહત્વ પર ભાર મૂક્યો હતો. નબળા પોષણ સાથે સંકળાયેલ સ્થૂળતા અને દીર્ઘકાલીન રોગો વિષે માહીતી આપી હતી અને વિવિધ ઉંમરે ચોક્કસ આહાર જરૂરિયાતો માટે માર્ગદર્શિકા પ્રદાન કરેલ. ડો. પિંકી એસ. શર્મા, મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી, વિ.શિ.ની., જુ.કૃ.યુ.,સમજાવ્યું કે કેવી રીતે સંતુલિત આહાર, રોગપ્રતિકારક કાર્ય, ઉર્જા સ્તરો અને માનસિક સ્પષ્ટતાને ટેકો આપે છે. તેણીએ ચોક્કસ ખોરાકની યોગ્યતા અને ખામીઓ પર માહીતી આપેલ. કાર્યક્રમ દરમ્યાન પોષણના મહત્વ ઉપર એક નાનકડી રમતનું પણ આયોજન કરવામાં આવેલ. કાર્યકર્મના અંતમાં વિદ્યાથીઓ દ્વારા કાર્યક્રમ વિષે સકારાત્મક પ્રતિભાવ આપેલ. જેમાં મુખ્યત્વે આ કાર્યક્રમથી તેમને પોષણણી સ્વાસ્થ્ય પર અસરની સમજણમાં વધારો થયેલ જણાવેલ અને આ પ્રકારના બીજા કાર્યકમ પણ થવા જોઈએ એ જણાવેલ. કાર્યક્રમના સંયોજક તરીકે કૃષિ મહાવિધાલયના રાષ્ટ્રીય સેવા યોજના, પ્રોગ્રામ ઓફિસર ડૉ. જે.આર. તલાવિયાએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં કૃષિમહાવિધાલય, જુ.કૃ.યુ.જૂનાગઢ અને મોરબીના૧૨૦થી વધુ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.