Tenders

Accounts

MOUs

Visitors Counter

33348945

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- તરઘડીયા ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

    કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા ખાતે તા.૧૮-૦૯-૨૦૨૩ થી તા.૨૨-૦૯-૨૦૨૩ સુધી ટેકનોલોજી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાંઆવેલ છે. આ કાર્યક્રમમાં આજ રોજ તા. ૧૮-૦૯-૨૦૨૩નાં યોજાયેલ ઉદઘાટન કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. એન. બી. જાદવ, મુખ્ય સુકી ખેતી સંશોધન કેન્દ્ર, તરઘડીયાના સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો. ડી. એસ. હીરપરા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડીયાના વડા ડો. જી. વી. મારવિયા, ખેડૂત તાલીમ કેન્દ્ર, રાજકોટનાં  તાલીમ અધિકારીશ્રી  મોનીકાબેન, તેમજ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, જસદણનાં  નીતિનભાઈ અગ્રાવત અને કુલ ૧૨૫ ખેડૂત ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ. માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. એન. બી. જાદવ સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ અને ખેડૂતોને આ વિસ્તારના મુખ્ય પાકો જેવાકે મગફળી, કપાસ, ચણા, જીરું વગેરેની આધુનિક ખેતી અને મુખ્ય સમસ્યાઓના નિરાકરણ અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવેલ.

    આ કાર્યક્રમમાં કે.વી.કે., જૂ.કૃ.યુ., તરઘડીયાના સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ ડો. જી. વી. મારવિયાએ મુખ્ય પાકોમાં સંકલિત પોષણ વ્યવસ્થા, ખોરાકમાં મિલેટસનું મહત્વ તેમ જ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપેલ.  ખેડુતોએ સૌરાષ્ટ્ર વિસ્તારના મુખ્ય પાકો જેવા કે મગફળી, કપાસની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, મુલ્ય વૃદ્ધિ, પશુઓનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર તેમજ ખેતી પાકોમાં વપરાશમાં લેવાતા વિવિધ ઓજારોની પ્રત્યક્ષ માહિતી મેળવી નિદર્શન પણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ડી.પી. સાનેપરા, ડો. જે. એન. ઠાકર, ડો. એમ.એમ. તાજપરા અને શ્રીમતી હેતલબેન પડસુંબિયા દ્વારા માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. 

Click here to see the photographs and details

Advertisements