Tenders

MOUs

Visitors Counter

35659974

કૃષિ મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ ખાતે ઈમ્પોર્ટન્સ ઓફ રજીસ્ટ્રેશન ઓફ વેરાઈટીઝ અન્ડર પી.પી.વી. એન્ડ એફ.આર.એ. વિષય પર એક વ્યાખ્યાનનું ઓયોજન કરવામાં આવેલ.

     કૃષિ મહાવિદ્યાલય,જુનાગઢ કૃષિ યુનિવર્સિટી,જુનાગઢ ખાતે "ઈમ્પોર્ટન્સ ઓફ રજીસ્ટ્રેશન ઓફ વેરાઈટીઝ અન્ડર પી.પી.વી. એન્ડ એફ.આર.એ." વિષય પર એક વ્યાખ્યાનનું ઓયોજન તા.૨૦.૦૧.૨૦૨૫ નાં રોજ કરવામાં આવેલ. જેમાં મુખ્ય મહેમાન અને એકસર્પટ તરીકે ડો. આર.આર. હન્ચીનલ,મેમ્બર,નેશનલ બાયોડાઇવર્સિટી  ઓથોરીટી,ન્યુ દિલ્હી અને ફોરમર ચેરપર્સન,પી.પી.વી. એન્ડ એફ.આર.એ. એકસર્પટ તરીકે હાજર રહી પ્રોટેકશન ઓફ પ્લાન વેરાઈટીઝ એન્ડ ફામર્સ રાઈટસ એકટ વિષય પર વિસ્તૃત માહિતી આપેલ. આ એકટમાં જુદી જુદી જાતોનું કેવી રીતે  રજીસ્ટ્રેશન કરવુ, જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન તેમજ તેના ફોર્મ ભરવાની વિગતો સહિત સંપૂર્ણ પ્રઝન્ટેશન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં ડો.એ.આર.પાઠક, પૂર્વ કુલપતિશ્રી,જુનાગઢ કૃષિ યુનિવર્સિટી,જુનાગઢ ચેરમેન તરીકે હાજર રહી સૌરાષ્ટ્ર વિસ્તારનાં જુદા જુદા પાકોની જાતોના રજીસ્ટ્રેશન,રીસોર્સેજ અને આ એકટની આજના સમયની જરૂરીયાત વિષે વિસ્તૃત જણકારી આપી. આ ઉપરાંત જુનાગઢ કૃષિ યુનિવર્સિટી,જુનાગઢના સંશોધન નિયામકશ્રી,ડો. આર.બી.માદરીયાએ પી.પી.વી. એન્ડ એફ.આર.એ. વિષે  માહિતગાર કર્યા અને તેની અગત્યતા જણાવેલ તથા યુનિવર્સિટીમાં કરવામાં આવેલ કામગીરી વિષેની માહિતી આપી.જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી,ડો. એન.બી.જાદવ,કુલસચિવશ્રી ડો. વાય. એચ. ઘેલાણી અને નિયામકશ્રી,વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ,  ડો. આર. એમ. સોલંકી પણ આ કાર્યક્રમમાં હાજર રહેલ.

     કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રી,ડો. પી. ડી. કુમાવત દવારા આ કાર્યક્રમમાં હાજર સર્વેનું સ્વાગત કરવામાં આવેલ અને કાર્યક્રમની રૂપરેખા જણાવેલ.આ કાર્યક્રમમાં અત્રેની કૃષિ યુનિવર્સિટીના પી.જી.આઈ.એ.બી.એમ.ના આચાર્ય અને ડીનશ્રી ડો. સી.ડી. લખલાણી તથા કૃષિ મહાવિદ્યાલયના જુદા જુદા વિભાગીય વડાશ્રીઓ,શિક્ષાકશ્રીઓ તથા માસ્ટર અને ડોકટરેટ કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર રહેલ. ડો. આર.આર. હન્ચીનલ દ્વવારા પ્રશ્નોતરીમાં સરસ માહિતી આપવામાં આવેલ. અંતમાં ડો. બી.એન. કલસરિયા, પ્રાદ્યાપક અને વડાશ્રી, વિસ્તરણ વિભાગ દ્વવારા આભાર વ્યકત કરેલ.

JAU_001
JAU_002
JAU_003
JAU_004
JAU_005
JAU_006
1/6 
start stop bwd fwd

Advertisements