જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો વીસમો વાર્ષિક પદવીદાન સમારંભ તા. ૨૦.૦૧.ર૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરદાર પટેલ સભાગૃહ, જૂનાગઢ ખાતે યોજાયો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો વીસમો વાર્ષિક પદવીદાન સમારંભ તા. ૨૦.૦૧.ર૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરદાર પટેલ સભાગૃહ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે યોજાયો. આ સમારંભમાં ગુજરાત રાજયના માનનીય રાજયપાલશ્રી અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના માનનીય કુલાધિપતિશ્રી, આચાર્ય દેવવ્રત, અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા. જેમાં બી.એસસી.(ઓનર્સ) એગ્રીકલ્ચરના ૨૫૩, બી.એસસી.(ઓનર્સ) હોર્ટીકલ્ચરના ૬૫, બી.ટેક. (એગ્રીલ.એન્જીનીયરીંગ)ના ૮૪, એમ.એસસી. (એગ્રી.) ના ૮૭, એમ.એસસી.(હોર્ટી.)ના ૧૫, એમ.ટેક. (એગ્રીલ.એન્જીન્યરીંગ)ના ૧૩, એમ.બી.એ. (એગ્રી.બીઝનેસ મેનેજમેન્ટ)ના ૨૨ અને પીએચ.ડી ના ૪૯ મળીને કુલ-૫૮૮ વિદ્યાર્થીઓને પદવીઓ તથા વિવિધ ફેકલ્ટીઓમાં કુલ-૬૭ ગોલ્ડ મેડલ/ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને ૦૧(એક) કેશ પ્રાઈઝ એનાયત કરવામાં આવેલ. શ્રી રાઘવજીભાઈ પટેલ, માનનીય મંત્રીશ્રી (કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ) ગુજરાત સરકાર અતિથિ વિશેષ તરીકે હાજર (વર્ચ્યુઅલ) રહી પ્રાસંગિક પ્રવચન આપેલ. આ પ્રસંગે પ્રો. સુકાંતા કુમાર સેનાપતી, કુલપતિશ્રી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ, મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ હતા.