જુનાગઢ કૃષિ યુનિવર્સીટી હસ્તકની કૃષિ મહાવિદ્યાલ, જુનાગઢ ખાતે શરુ થઇ રહેલ એન.સી.સી. યુનિટનો ઉદ્ઘાટન સમારંભ તા.૧૪/૧૨/૨૦૨૪ના રોજ યોજાયો હતો.
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી હસ્તકની કૃષિ મહાવિદ્યાલ, જુનાગઢ ખાતે શરુ થઇ રહેલ એન.સી.સી. યુનિટનો ઉદ્ઘાટન સમારંભ તા.૧૪/૧૨/૨૦૨૪ના રોજ જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના માન. કુલપતિશ્રી ડો. વી.પી. ચોવટીયા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમ અતિથી વિશેષ તરીકે કમાન્ડીંગ ઓફિસર, ૮ ગુજરાત બટાલિયન એન.સી.સી., જુનાગઢ કર્નલ શ્રી કુમારન પિલ્લાઇ સર ઉપસ્થિત રહ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી, ડો. આર.બી.મદારીયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. એન. બી, જાદવ, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ, ડો.આર.એમ. સોલંકી, કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રી ડો. પી. ડી. કુમાવત, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજના આચાર્ય અને ડીનશ્રી ડો.એચ.ડી.રાંક, પીજીઆઈ એબીએમના આચાર્યશ્રી ડો. સી. ડી. લખલાણી તેમજ મહાવિદ્યાલયના વિવિધ વિભાગના વડાશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, કૃષિ મહાવિદ્યાલયના એન.સી.સી. ઓફિસર શ્રી એચ.બી.પટેલ, અન્ય અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, એન.સી.સી.ના કેડેટ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.