જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના રાજકોટ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- પિપળીયા (રાજકોટ-2) ખાતે આત્મા પ્રોજેક્ટ રાજકોટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પિપળીયાના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ.
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ના રાજકોટ જિલ્લા ના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- પિપળીયા (રાજકોટ-2) ખાતે આત્મા પ્રોજેક્ટ રાજકોટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પિપળીયા ના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ ડો. એન.બી. જાદવ વિસ્તરણ શિક્ષણ નિયામક્શ્રી જુ.કૃ.યુ. જુનાગઢ ના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ. સદરહુ કાર્યક્રમ માં અતિથી વિશેષ ડો. એસ.કે. રોય ડાયટેક્ટર અટારી પુણે તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા રાજકોટ શ્રી એચ.ડી. વાદી, સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી એચ.સી. છોડવડીયા, સિનિયર સાયન્ટીસ્ટ અને હેડ કે.વી.કે. પિપળીયા ડો. એ. જે. ભટ્ટ, કે.વી.કે. ના વિષય નિષ્ણાંત એ. આર. પરમાર, ડો. એસ.વી. ઉંધાડ, ડો. વી.એસ. પ્રજાપતી દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષય પર માર્ગદર્શન આપવામાં આવેલ. તથા પ્રાકૃતિક કૃષિ ના આયામો અપનાવી અને પ્રાકૃતિક કૃષિ ની શરૂઆત કરવા અનુરોધ કરેલ. કઆ કાર્યક્રમ માં ઉપલેટા,જામ કંડોરણા, ધોરાજી, જેતપુર તાલુકાના અંદાજે ૬૦૦ જેટલા ખેડુતો હાજર રહી પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન મેળવેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા તથા સિનિયર સાયન્ટીસ્ટ અને હેડ ના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ સ્ટાફ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર મેહુલ નસીત, બિ.ટી.એમ. વિરેન ત્રાડા અને જિગ્નેશ ચાવડા તથા કે.વી.કે. પિપળિયા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ.