Tenders

Accounts

MOUs

Visitors Counter

43039616

કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા "Present day scenario and soil health management" વિષય પર વ્યાખ્યાન યોજાયેલ.

    કૃષિ મહાવિદ્યાલય,જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા તા:૧૨/૦૯/૨૦૨૫ નાં રોજ સંશોધન નિયામકશ્રી ડો. એ. જી. પાનસુરીયા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢની અધ્યક્ષતામાં "Present day scenario and soil health management"વિષય પર મુખ્ય મહેમાન અને વિષય વક્તા નિવૃત આચાર્યશ્રી, ડો. વી. પી. રામાણી, કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., વસો, દ્વારા એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ.

    સંશોધન નિયામકશ્રી ડો. એ. જી. પાનસુરીયાસાહેબ દ્વારા જમીનમાં રહેલ જુદા-જુદા તત્વોની આપણા જીવનમાં ઉપયોગીતા વિષે જણાવેલ. જમીનને માતાનું સંબોધન આપી જમીન એક જીવંત અસ્તિત્વ ધરાવે છે, જેના વિષે માહિતી આપી. તેમજ જુદી-જુદી ખેતી પદ્ધતિઓ વિષે અને હાલ ચાલી રહેલ નેચરલ ફાર્મિંગ વિષે માહિતગાર કરેલ.

    ડો. વી. પી. રામાણીએ કાર્યક્રમમાં હાજર રહેલ અધિકારી/કર્મચારીશ્રી તેમજ વિદ્યાર્થીઓને વધતી જતી વસ્તી સામે પાક ઉત્પાદનમાં આવતા ઘટાડા વિષે માહિતી આપેલ. તેમજ ઉત્પાદિત પાકમાં આવેલ જરૂરી તત્વો કે જે આપણા શરીરને ખુબ જ ઉપયોગી હોઈ,  જેમાં મહત્તમ ઘટ આવતા માહિતગાર કરેલ. જમીનને ફળદ્રુપ બનાવવા અને પાકમાં આવેલ મિનરલ  ડેફિસીયન્સીને વધારવા માટે જણાવેલ.

    આ કાર્યક્રમમાં ડો. પી. ડી. કુમાવત. આચાર્ય અને ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢએ કાર્યક્રમની શરૂઆતમાં દરેક યુનિવર્સિટી અધિકારીશ્રીઓ, જુદા-જુદા વિભાગીય વડાશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં આવકાર્યા હતા અને ઓર્ગેનિક ફાર્મિંગ તેમજ નવી કૃષિ-ટેક્નોલોજી વિષે માહિતી આપેલ.

    આ કાર્યક્રમમાં યુનિવર્સિટી અધિકારીશ્રીઓ, પ્રાધ્યાપક અને વડાશ્રીઓ, તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ડો. એસ. વી. લાઠીયા, મદદ. પ્રાધ્યાપક, વનસ્પતિ રોગશાશ્ત્ર વિભાગ દ્વારા સંશોધન નિયામકશ્રી ડો. એ. જી. પાનસુરીયા,  ડો. વી. પી. રામાણી તેમજ દરેક હાજર અધિકારીશ્રીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરેલ.

JAU_001
JAU_002
JAU_003
JAU_004
JAU_005
JAU_006
1/6 
start stop bwd fwd

Advertisements