FortiGuard Intrusion Prevention - Access Blocked

Web Page Blocked

You have tried to access a web page that is in violation of your Internet usage policy.

Category Unrated
URL https://kerbolink1.org/

To have the rating of this web page re-evaluated please click here.

k અનુસ્નાતક કક્ષાના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો “ઓરિએન્ટેશન કમ ઇન્ડકશન” કાર્યક્રમનું આયોજન તા:૦૬/૧૦/૨૦૨૫ નાં રોજ કરવામાં આવેલ.

Tenders

Accounts

MOUs

Visitors Counter

43039484

અનુસ્નાતક કક્ષાના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો “ઓરિએન્ટેશન કમ ઇન્ડકશન” કાર્યક્રમનું આયોજન તા:૦૬/૧૦/૨૦૨૫ નાં રોજ કરવામાં આવેલ.

   કૃષિ મહાવિદ્યાલય,જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢમાં અભ્યાસ કરતા અનુસ્નાતક કક્ષાના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો“ઓરિએન્ટેશન કમ ઇન્ડકશન” કાર્યક્રમનું આયોજન તા:૦૬/૧૦/૨૦૨૫ નાં રોજ માન. કુલપતિશ્રી ડો. વી.પી. ચોવટિયા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢની અધ્યક્ષતામાં કરવામાં આવેલ. તેઓએ પ્રથમ સેમેસ્ટર, એમ.એસસી. (એગ્રી) અને પી.એચડી. માં પ્રવેશ મેળવેલ દરેક વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવેલ કે, અત્રેની યુનીવર્સીટીમાં અભ્યાસ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ વેસ્ટર્નસીડની યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા સાથે ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામમાં જોડાઈને પણ દેશ વિદેશમાં ભણવાની તકનો લાભ લઈ શકે છે. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા રિસર્ચનું પબ્લીકેશન સમયસર કરવું જોઈએ. વિદ્યાર્થીઓને યુનીવર્સીટીના જુદા-જુદા વિભાગો તેમજ સંશોધન કેન્દ્રથી માહિતગાર કરેલ. થીસીસ લખતા સમયે વિદ્યાર્થીઓને પ્લેગેરીજમ અંગે કાળજી રાખવા જણાવેલ.

   સંશોધન નિયામકશ્રી ડો. એ. જી. પાનસુરીયાએ વિદ્યાર્થીઓને યુનિવર્સીટીમાં શિસ્ત તેમજ શિક્ષણના મહત્વ વિષે માહિતગાર કરેલ તેમજ દરેક ગાઈડને પોતાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જણાવેલ. વિદ્યાર્થીઓ પોતાનું આત્મબળ પારખે તેમજ કૃષિ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા જણાવેલ. ડિગ્રી મેળવ્યા બાદ નોકરી, વ્યવસાય  અને વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન આપેતે માટે આહવાન કરેલ.

   આ કાર્યક્રમમાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન.બી. જાદવએ દરેક વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ વચ્ચેનો તફાવત સમજાવેલ તેમજ યુનીવર્સીટીની જુદી-જુદી સુવિધાઓનો ઉપયોગ કરી વિદ્યાર્થીએ પોતાના વિષયમાં પારંગતતા કેળવવા જણાવેલ. યુનીવર્સીટીના કુલસચિવશ્રી ડો.વાય.એચ. ઘેલાણીએ પ્રવેશ પ્રક્રિયાની માહિતી આપી. અનુસ્નાતક અભ્યાસનું મહત્વ, થીસીસ તેમજ સીનોપ્સીસ વિષે વિદ્યાર્થીઓને માહિતી આપેલ. આ કાર્યક્રમ દરમ્યાન કોલેજના ફેકલ્ટીજ દ્વારા કોલેજ અને શિક્ષણને લગતા જુદા-જુદા વિષયોની માહિતી વ્યાખ્યાન દ્વારા આપવામાં આવેલ.

   આ કાર્યક્રમમાં ડો. પી. ડી. કુમાવત. આચાર્ય અને ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢએ કાર્યક્રમની શરૂઆતમાં દરેક યુનિવર્સિટી અધિકારીશ્રીઓ, વિભાગીય વડાશ્રીઓ, શિક્ષકશ્રીઓ તેમજ નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

   આ કાર્યક્રમમાં તમામ પ્રાધ્યાપક અને વિભાગીય વડાશ્રીઓ, શિક્ષકશ્રીઓ, એન.એસ.એસ. ઓફિસર, રેક્ટરશ્રીઓ તેમજ શિક્ષણ શાખાના સ્ટાફગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ડો. એસ. વી. લાઠીયા,મદદનીશ પ્રાધ્યાપક, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, કૃ.મ.વિ., જુકૃયુ., જુનાગઢએ દરેક હાજર અધિકારીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરેલ.

JAU_001
JAU_002
JAU_003
JAU_004
JAU_005
JAU_006
JAU_007
1/7 
start stop bwd fwd

Advertisements