Tenders

Accounts

MOUs

Visitors Counter

34004428

પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ ખાતે ૩૧ વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કરતા તેઓનો વેલેડીકટરી કાર્યક્રમ તા. ૨૧/૦૭/૨૦૧૭ ના રોજ યોજાયો હતો.

     પશુચિકીત્સા અને પશુપાલન મહાવિધાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ ખાતે ૩૧ વિધાર્થીઓએ સ્નાતક કક્ષાનો અભ્યાસ પુર્ણ કરતા તા: ૨૧/૦૭/૨૦૧૭ના રોજ તેઓનો વેલેડીક્ટરી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના માન. કુલપતિશ્રી, ડો. એ.આર પાઠક, ડો. એન.એમ. શાહ, પુર્વ ડીન, વેટરનરી કોલેજ, સ.કૃ.નગર, ડો. આર. એસ. પટેલ, પ્રેસીડેન્ટ, ગુજરાત વેટરનરી કાઉન્સીલ, ડો. એ.એમ. પારખીયા, કુલસચિવ તેમજ વિ. શિ. નિયામક્શ્રી, ડો. પી.એચ. ટાંક, ડીન, જુનાગઢ વેટરનરી કોલેજ તેમજ જુનાગઢ કૃષિ યુનિવર્સીટી અને પશુપાલન ખાતાના અધિકારીઓએ ઉપસ્થીત રહીને વર્ષ ૨૦૧૭માં પશુચિકીત્સા અને પશુપાલન મહાવિધાલયમાંથી સ્નાતક થયેલ તમામ ૩૧ વેટરનરી ડોક્ટરોને આશિર્વાદ આપ્યા હતા. વધુમાં ડો. એ.એમ. પારખીયા, કુલસચિવશ્રી દ્વારા માન. કુલપતિશ્રી તેમજ ડીન, વેટરનરી કોલેજ મારફત વિધાર્થીઓને પ્રોવીઝનલ ડીગ્રી સર્ટીફીકેટ સુપ્રત કરેલ. સદરહું કાર્યક્રમમાં વર્ષ ૨૦૧૭માં તમામ સ્નાતક થયેલ વેટરનરી ડોક્ટરોએ અબોલ પશુઓનાં સ્વાસ્થ માટે નિષ્ઠા પુર્ણ જીવન સમર્પિત કરવા માટેના વિધિવત શપત લીધા હતા.

Click here to see the details and Photos

Advertisements