Tenders

Accounts

MOUs

Visitors Counter

33564978

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા દ્વારા તા.૨૩-૦૯-૨૦૨૪ થી તા.૨૭-૦૯-૨૦૨૪ દમ્યાન કૃષિ ટેકનોલોજી વિકનું તથા ક્રિષક સ્વર્ણ સમૃદ્ધિ વિકની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ.

     કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા દ્વારા તા.૨૩-૦૯-૨૦૨૪ થી તા.૨૭-૦૯-૨૦૨૪ દમ્યાન કૃષિ ટેકનોલોજી વિકનું તથા ક્રિષક સ્વર્ણ સમૃદ્ધિ વિકની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ. જેમાં રોજે રોજ રાજકોટ જીલ્લાના વિવિધ ગામડાઓના ખેડૂત ભાઈઓ-બેહનોએ ભાગ લીધેલ અને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, ખેત ઓજારો વગેરે વિશે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. જે અંતર્ગત તા.૨૭-૦૯-૨૦૨૪ ના રોજ વિવિધ મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહેલ.
     તા.૨૭-૦૯-૨૦૨૪ ના રોજ મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના પશુપાલન અને કેન્દ્રીય મંત્રાલયના કેબીનેટ કક્ષાના ભૂતપૂર્વ મંત્રી તેમજ રાજકોટ લોકસભાના સાંસદ માનનીય શ્રી પરષોતમભાઇ રૂપાલા સાહેબ, ગુજરાત સરકારના ભૂતપૂર્વ કૃષિમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ સાહેબ, બોમ્બે સુપર હાઇબ્રીડ સીડ્સ લિમિટેડ કંપનીના મેનેજીંગ ડીરેક્ટર શ્રી પીન્ટુભાઇ પટેલ, મુખ્ય સુકી ખેતી સંશોધન કેન્દ્રના વડા ડો. ડી. એસ. હીરપરા, કૃષિ ઈજનેરી પોલીટેકનીક કોલેજના આચાર્ય ડો.આર.એમ.સતાસિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડીયાના સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ ડો.જી.વી.મારવિયા તેમજ કૃષિ વૈજ્ઞાનિકો ડો.જે.એચ.ચૌધરી, શ્રી ડી.પી.સાનેપરા, ડો.જે.એન.ઠાકર, ડો.એમ.એમ.તાજપરા, શ્રીમતી હેતલબેન પડસુંબિયા અને સમગ્ર સ્ટાફગણ તેમજ જીલ્લામાંથી ૧૫૦ જેવી બહોળી સંખ્યામાં પધારેલ ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહેલ.
     કાર્યક્રમની શરૂઆતમાં ડો.જી.વી.મારવિયા દ્વારા શાબ્દિક સ્વાગતથી કરવામાં આવેલ અને ટેક્નોલીજી વીકનું મહત્વ અને આજના સમયમાં ખેતીને ટકાવી રાખવા માટે જુદી જુદી ટેકનોલોજી વિશે તેમજ જરૂરી પગલાઓ અંગે તલસ્પર્શી માર્ગદર્શન આપેલ. કે.વિ.કે. ના જુદા-જુદા વૈજ્ઞાનિકો દ્વારા પણ વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવેલ. કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી પરષોતમભાઇ રૂપાલા સાહેબે ખુબ જ સરળ શૈલીમાં ખેડૂતોને ખેતીની આજના સમયની સમસ્યાઓ અને તેના ઉકેલો અંગે વિસ્તૃત ચર્ચા કરેલ. સાથે ખેડૂતો ખેતીને વધુ ઉતમ કેવી રીતે બનાવી શકે અને તેમાંથી વધુ આર્થિક વળતર કેવી રીતે મળી શકે તેવી પણ ચર્ચા કરેલ અને ખેડૂતનું જીવન વધુ સુંદર કેવી રોતે બને તે અંગે માર્ગદર્શન આપેલ.
JAU_001
JAU_002
JAU_001
JAU_002
1/2 
start stop bwd fwd

Advertisements