Tenders

Accounts

MOUs

Visitors Counter

43128741

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડીયા ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન તા. ૨૭ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ કરવામાં આવેલ.

     કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડીયાની ૨૨મી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-પીપળીયાની ૧૩મી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબીની ૮મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન તારીખ: ૨૭ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ કરવામાં આવેલ. આ બેઠકમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા, સંશોધન નિયામકશ્રી ડો. આર. બી. માદરિયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન. બી. જાદવ, અટારી-પૂનાથી પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ ડો. સાકીર અલી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ-જુનાગઢથી ડો. સી. એસ. પ્રહરાજ, સહવિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ. સી. છોડવાડિયા, સૂકી ખેતી સંશોધન કેન્દ્ર-તરઘડિયાના સંશોધન વૈજ્ઞાનિક ડો. ડી. એસ. હિરપરા, બાજરા સંશોધન કેંદ્ર-જામનગરના સંશોધન વૈજ્ઞાનિક ડો. કે. ડી. મૂંગરા, ત્રણેય કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વડાશ્રીઓ, વૈજ્ઞાનિકશ્રીઓ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન, આત્મા, ફોરેસ્ટ, ગોપાલ ડેરી વગેરેના પ્રતિનિધિઓ અને પ્રોગ્રેસીવ ખેડૂતો હાજર રહેલ.

     કાર્યક્રમની સરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ, ત્યારબાદ ડો. જી. વી. મારવીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. સૌ પ્રથમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડીયાના વડા ડો. જી. વી. મારવીયા દ્વારા કેવિકે-તરઘડીયાની વિવિધ પ્રવૃતિઓના પ્રોગ્રેસ વિશે પ્રેજન્ટેશનના માધ્યમથી રજૂ કરેલ અને ત્યારબાદ કૃષિ વૈજ્ઞાનિકો ડો. જે. એચ. ચૌધરી, ડો. જે. એન. ઠાકર, શ્રી ડી. પી. સાનેપરા, ડો. એમ. એમ. તાજપરા, શ્રીમતી હેતલબેન મણવર દ્વારા પોતાના હસ્તક રહેલ કામગીરીનો પ્રગતિ અહેવાલ અને એક્શન પ્લાન રજૂકરેલ. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-પીપળીયાના વડા ડો. એ. જે. ભટ્ટ દ્વારા કેવીકે-પીપળીયાની પ્રવૃતિઓના પ્રોગ્રેસ વિશે પ્રેજન્ટેશનના માધ્યમથી રજૂ કરેલ અને ત્યારબાદ કૃષિ વૈજ્ઞાનિકો ડો. સંજય ઉંધાડ, ડો. અરવિંદ પરમાર, ડો. વિજય પ્રજાપતિ એ પોતાના હસ્તક રહેલ કામગીરીનો પ્રગતિ અહેવાલ અને એક્શન પ્લાન રજૂકરેલ. કેવિકે-મોરબીમાંથી ડો. કે. એન. વડારિયા ઉપસ્થિત રહેલ અને  કેવિકે-મોરબીની વિવિધ પ્રવૃતિઓના પ્રોગ્રેસ વિશે તેમજ પોતાના હસ્તક રહેલ કામગીરીનો પ્રગતિ અહેવાલ અને એક્શન પ્લાન રજૂકરેલ..

     કાર્યક્રમના અંતમાં ડો. સી. એસ. પ્રહરાજ દ્વ્રારા વિસ્તરણ પ્રવૃતિઓ થકી ખેડૂતોને માહિતગાર કરવા સૂચન કરેલ. ડો. સાકીર અલી દ્વારા ખેડૂતો આધુનિક ટેકનોલોજી સરળતાથી સમજી સકે તે રીતે કેવીકે ખાતે ડેમોન્સ્ટ્રેશન યુનિટ વિકસાવવાનું સૂચન કરેલ. ડો. એન. બી. જાદવ દ્વારા લેબ ટુ લેન્ડ થકી નાનામાં નાના ખેડૂત સુધી નવીનતમ ટેકનિકીઓ પહોંચે અને ખેડૂત અપનાવે જેના લીધે ઓછા ખર્ચે વધુ આર્થિક વળતર મળે તેવા પ્રયત્નો કરવા સૂચવેલ. ડો. આર. બી. માદરિયા દ્વારા ઉત્તમ કક્ષાનું બીજ ખેડૂતો સુધી પહોંચે એના માટેના સૂચનો કરેલ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા દ્વારા ખેડૂતોને નવીનતમ તકનિકીઓના ડેમોન્સ્ટ્રેશન મારફત ખેડૂતના ખેતર સુધી ટેકનોલોજી પહોંચે તેવા પ્રયત્નોની સાથે વાતાવરણને અનુકૂળ, વિસ્તારને અનુકૂળ નવી પાક પદ્ધતિ ખેડૂતો કેવી રીતે અપનાવી સકે તેના વિશે સૂચન કરેલ.

     કાર્યક્રમના અંતમાં કૃષિ વૈજ્ઞાનિક ડો. જે. એચ. ચૌધરી દ્વારા આભારવિધિ સાથે ત્રણેય કેવીકેની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું સમાપન કરેલ.

JAU_001
JAU_002
JAU_001
JAU_002
1/2 
start stop bwd fwd

Advertisements