તા.૨૩/૧૨/૨૦૨૪ ના રોજ કિસાન દિન અંતર્ગત જૂ.કૃ.યુ., જૂનાગઢ અને ફૂલછાબ દૈનિકના સંયુકત ઉપક્રમે કિસાન કુંભ-૨૦૨૪ : (ખેડૂતો સાથે સંવાદ) કાર્યક્રમ માન. કેબિનેટ મંત્રીશ્રી, રાઘવજીભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ.
તા.૨૩/૧૨/૨૦૨૪ ના રોજ કિસાન દિન અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ અને ફૂલછાબ દૈનિકના સંયુકત ઉપક્રમે કિસાન કુંભ-૨૦૨૪ : (ખેડૂતો સાથે સંવાદ) કાર્યક્રમ માન. કેબિનેટ મંત્રીશ્રી, રાઘવજીભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ. સદરહું કાર્યક્રમ કિસાન કુંભ : ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમમાં મિશન ઓન નેચરલ ફાર્મિંગ, આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન ટેકનોલોજી, પ્રીસીઝન ફાર્મિંગ એન્ડ લો કોસ્ટ વિથ હાઇ પ્રોડકશન,વેલ્યુ એડિશન થીમ પર ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જુદી જુદી નામાંકિત કંપની દ્વારા સ્ટોલ ગોઠવવામાં આવેલ. આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના માન. કુલપતિશ્રી, ડૉ. વી. પી. ચોવટીયા સાહેબ, માન. ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, જૂનાગઢ, કલેકટર સાહેબશ્રી અનિલ રાણાવસીયા, સભ્યશ્રી, નિયામક મંડળ ડૉ. થોભણભાઈ ઢોલરીયા, સંશોધન નિયામકશ્રી ડૉ. આર. બી. માદરીયા સાહેબ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન. બી. જાદવ સાહેબ, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, સૌરાષ્ટ્ર ટ્રસ્ટ શ્રી હાર્દિકભાઈ મામણીયા, મેનેજીંગ એડિટર અને સીઈઓ, જન્મભૂમી જૂથ શ્રી કુંદનભાઈ વ્યાસ, જનરલ મેનેજર, ફૂલછાબ શ્રી નરેન્દ્ર ઝીબા, સંયુક્ત ખેતી નિયામકશ્રી ડૉ. એમ.એમ કાસુન્દ્રા, પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા) શ્રી દીપક રાઠોડ હાજર રહ્યા હતા. જેમાં અંદાજે ૫૮૦ જેટલા સૌરાષ્ટ્ર વિસ્તારના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્માના ખેડૂતોએ હર્ષભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. સી. છોડવડીયા સાહેબ, તાલીમ સહાયક ડૉ. વી. જે. સાવલીયા સાહેબ તેમજ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.