જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર ખાતે તારીખ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર ખાતે તા. ૧૩-૦૯-૨૦૨૫ના માનનીય કૃષિ મંત્રીશ્રી રાઘવજી ભાઈ પટેલે બાજરા સંશોધન કેન્દ્રની મુલાકાત કરેલ આ મુલાકાત દરમ્યાન મંત્રીશ્રીને બાજરા પાકમાં થઇ રહેલ પાક સુધારણા અને અન્ય વિકસાવેલ ટેકનોલોજીની માહિતી બાજરા સંશોધન કેન્દ્રના વડા ડો. કે.ડી.મુંગરાએ આપેલ અને બાજરા સંશોધન અંગે થઇ રહેલ કામગીરી બાબતે મંત્રીશ્રીએ સંતોષ વ્યકત કરેલ અને બાજરાની દેશી જાતોની મદદથી બાજરાની સ્થાયી જાત વિકસાવવા અનુરોધ કરેલ જેથી તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત તેનું વાવેતર કરી શકે તેમને આ મુલાકાત દરમ્યાન તાજેતરમાં જામનગર જીલ્લા માટે નવી મંજુર થયેલ કૃષિ મહાવિદ્યાલય, જે હાલમાં જુકૃયુ, તરઘડીયા-રાજકોટ કેન્દ્ર ખાતેકામચલાઉ ધોરણે કાર્યરત થયેલ છે તેને જુકૃયુના, જામનગર કેન્દ્ર ખાતે સ્થાપવાની શક્યતાઓ વિષે મા.કુલપતિશ્રી, ડો. વી.પી. ચોવટિયા સાહેબ સાથે વિશેષ ચર્ચા કરેલ. તદુપરાંત તા. ૮-૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન ઉજવાયેલા ટેકનોલોજી સપ્તાહ અંતર્ગત જુકૃયુ, જામનગર અને આત્મા (જામનગર) દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરેલ અને આ કાર્યક્રમમાં ૩૦૦ થી પણ વધારેની સંખ્યામાં હાજર રહેલ ખેડૂત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક ખેતી અંગેના જુદા જુદા આયામોની અપનાવવા સમજણ આપી. તેમને સરકારશ્રી દ્વારા ખેડૂતોના હિતમાં લેવાય રહેલા પગલાની પણ જાણકારી આપેલ અને તમામ ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરેલ હતો. આ કાર્યક્રમ દરમ્યાન મા. કૃષિ મંત્રીશ્રીના વરદ હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા પ્રોગ્રેસિવ ખેડૂતોને સન્માનીને પ્રમાણપત્રો એનાયત કરેલ. આ કાર્યક્રમ દરમ્યાન મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોના સ્ટોલની મુલાકાત લીધેલ અને તેમન મંતવ્યો જાણેલા. આ પરિસંવાદમાં માનનીય કુલપતિશ્રી ચોવટિયા સાહેબ, બોર્ડ સભ્શ્રી ડો થોભણભાઈ ઢોલરીયા અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરેલ. મા. કૃષિ મંત્રીશ્રીની જામનગર કેન્દ્રની મુલાકાત દરમ્યાન ડો.વી.પી.ચોવટિયા, માનનીય કુલપતિશ્રી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, નિયામક મંડળના સદસ્યશ્રીઓ ડો. થોભણભાઈ ઢોલરીયા તેમજ ડો. એમ.ડી.ખાનપરા ઉપરાંત ડો. એ.જી.પાનસુરીયા, સંશોધન નિયામકશ્રી, ડો. એન.બી.જાદવ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. પી.ડી. કુમાવત, આચાર્ય અને ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ તેમજ જામનગર ખાતેના લાઈન વિભાગોમાથી જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, બાગાયત અધિકારીશ્રી, ના.ખે.ની. (તાલીમ) અને આત્મા નિયામકશ્રી, ના.ખે.ની (વિસ્તરણ), ના.ખે.ની (પશુપાલન) અને ગુજરાત પ્રાકૃતિક ખેતી વિકાસના અધિકારીશ્રીઓ હાજર રહેલ હતા. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં કેવિકેના વડાશ્રી કે.પી.બારિયાએ તમામને આવકારેલ તેમજ આભાર વિધિ બાજરા કેન્દ્રના વડાશ્રી ડો. કે.ડી. મુંગરાએ કરેલ. માનનીય મંત્રીશ્રીની મુલાકાતને સફળ બનાવવા માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર ખાતેના અધિકારી/કર્મચારીશ્રીઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી.