કૃષિ મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જામનગરના શુભારંભ, સાયન્ટીસ્ટ ડે, ખેડૂત જાગૃતિ કાર્યક્રમ અને કૃષિ ટેક્નોલોજી સપ્તાહ ઉજવણી ઉદ્ઘાટન સમારોહ મુખ્ય સુકીખેતી સંશોધન કેન્દ્ર, જુ. કૃ. યુ., તરઘડિયા ખાતે તા. ૦૫-૦૯-૨૦૨૫ ના રોજ યોજાયેલ.
મુખ્ય સુકીખેતી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ., તરઘડિયા ખાતે તા. ૦૫-૦૯-૨૦૨૫ ના રોજ કૃષિ મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જામનગર, હાલ તરઘડીયામુકામેના શુભારંભ, સાયન્ટીસ્ટ ડે, ખેડૂત જાગૃતિ કાર્યક્રમ અને કૃષિ ટેક્નોલોજી સપ્તાહ ઉજવણીના ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હત્તું હતું. આ બહુવિધ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ અને ઉદઘાટકશ્રી માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, કેબીનેટ મંત્રી શ્રી, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યધોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત સરકાર અને આ કાર્યક્રમના અધ્યક્ષશ્રી ડો. વી. પી. ચોવટિયા સાહેબ, માનનીય કુલપતિશ્રી જુનાગઢ કૃષિ યુનીવર્સીટી, જુનાગઢના વરદ હસ્તે માં સરસ્વતીને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શુભ શરૂઆત, સંશોધન વૈજ્ઞાનિકશ્રી (સુકી ખેતી) અને ખાસ ફરજ પરના અધિકારી,કૃષિ મહાવિધાલય, જૂ. કૃ .યુ., જામનગર, ડો. ડી. એસ. હીરપરા સાહબે શાબ્દિક અને પુષ્પ ગુચ્છથી મહેમાનોના સ્વાગતથી કરેલ હતી. આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીએ તેમના ઉદબોધનમાં જણાવેલ કે જામનગરની આ કૃષિ મહાવિદ્યાલયમાં વિધાર્થીઓ સારું શિક્ષણ મેળવી રાજ્ય અને દેશના કૃષિ વિકાસના વેગમાં ફાળો આપી પોતાનું ભવિષ્ય ઉજ્વળ બનાવશે. માનનીય કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટિયા સાહેબે જણાવેલ કે સૌરાષ્ટ્રમાં જુનાગઢ કૃષિ યુનીવર્સીટી હેઠળ જુનાગઢ, અમરેલી, ખાપટ-પોરબંદર અને મોરબી મુકામે એમ ચાર કૃષિ કોલેજ હતી અને માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના પ્રયત્નોથી જામનગર મુકામે આ પાંચમી કૃષિ કોલેજ મળેલ છે. જુ.કૃ.યુ. ના નિયામક મંડળ સભ્યશ્રી આદરણીય ડો. થોભણભાઈ ઢોલરીયા સાહેબે વિધાર્થીઓને ખુબ મહેનત કરી આ કોલેજ ખાતે અભ્યાસ કરવાની મળેલ તકનો લાભ લઇ જીવનમાં આગળ વધવાનો અનુરોધ કરેલ હતો. કાર્યક્રમનું સમાપન જૂ. કૃ .યુ. જુનાગઢના કુલસચિવશ્રી, ડો. વાય. એચ. ઘેલાણી સાહેબે ઉપસ્થિત રહેલ સૌ મહાનુભાવોનો તેમજસંશોધન નિયામકશ્રી, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, જુ.કૃ.યુ. જુનાગઢ અને જુ.કૃ.યુ. જુનાગઢના જુદા જુદા વિભાગના વિભાગીય વડાશ્રીઓ, તેમજ પેટા કેન્દ્રના વડાશ્રીઓ અને જુ.કૃ.યુ. ના નિયામક મંડળ સભ્યશ્રી આદરણીય ડો. થોભણભાઈ ઢોલરીયા સાહેબ અને ડો. એમ.ડી. ખાનપરા સાહેબ, ખેતીવાડી અને બાગાયત ખાતાના અધિકારીશ્રીઓ, પ્રિન્ટ મીડિયાના પત્રકારશ્રીઓ , વિધાર્થીઓ, વૈજ્ઞાનિકશ્રીઓ, સૌ કર્મચારીગણ, ખેડૂતભાઈઓ અને બહેનોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરી કરેલ હતું.