Tenders

Accounts

MOUs

Visitors Counter

41395429

કૃષિ મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જામનગરના શુભારંભ, સાયન્ટીસ્ટ ડે, ખેડૂત જાગૃતિ કાર્યક્રમ અને કૃષિ ટેક્નોલોજી સપ્તાહ ઉજવણી ઉદ્ઘાટન સમારોહ મુખ્ય સુકીખેતી સંશોધન કેન્દ્ર, જુ. કૃ. યુ., તરઘડિયા ખાતે તા. ૦૫-૦૯-૨૦૨૫ ના રોજ યોજાયેલ.

મુખ્ય સુકીખેતી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ., તરઘડિયા ખાતે તા. ૦૫-૦૯-૨૦૨૫ ના રોજ કૃષિ મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જામનગર, હાલ તરઘડીયામુકામેના શુભારંભ, સાયન્ટીસ્ટ ડે, ખેડૂત જાગૃતિ કાર્યક્રમ અને કૃષિ ટેક્નોલોજી સપ્તાહ ઉજવણીના ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હત્તું હતું. આ બહુવિધ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ અને ઉદઘાટકશ્રી માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, કેબીનેટ મંત્રી શ્રી, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યધોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત સરકાર અને આ કાર્યક્રમના અધ્યક્ષશ્રી  ડો. વી. પી. ચોવટિયા  સાહેબ, માનનીય કુલપતિશ્રી જુનાગઢ કૃષિ યુનીવર્સીટી, જુનાગઢના વરદ હસ્તે માં સરસ્વતીને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શુભ શરૂઆત, સંશોધન વૈજ્ઞાનિકશ્રી (સુકી ખેતી) અને ખાસ ફરજ પરના અધિકારી,કૃષિ મહાવિધાલય, જૂ. કૃ .યુ., જામનગર, ડો. ડી. એસ. હીરપરા સાહબે શાબ્દિક અને પુષ્પ ગુચ્છથી મહેમાનોના સ્વાગતથી કરેલ હતી. આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીએ તેમના ઉદબોધનમાં જણાવેલ કે જામનગરની આ કૃષિ મહાવિદ્યાલયમાં વિધાર્થીઓ સારું શિક્ષણ મેળવી રાજ્ય અને  દેશના કૃષિ વિકાસના વેગમાં ફાળો આપી પોતાનું ભવિષ્ય ઉજ્વળ બનાવશે. માનનીય કુલપતિશ્રી  ડો. વી. પી. ચોવટિયા  સાહેબે જણાવેલ કે સૌરાષ્ટ્રમાં જુનાગઢ કૃષિ યુનીવર્સીટી હેઠળ  જુનાગઢ, અમરેલી, ખાપટ-પોરબંદર અને મોરબી મુકામે એમ ચાર કૃષિ કોલેજ હતી અને માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના પ્રયત્નોથી જામનગર મુકામે આ પાંચમી  કૃષિ કોલેજ મળેલ છે. જુ.કૃ.યુ. ના  નિયામક મંડળ સભ્યશ્રી આદરણીય  ડો. થોભણભાઈ ઢોલરીયા સાહેબે વિધાર્થીઓને ખુબ મહેનત કરી આ કોલેજ ખાતે અભ્યાસ કરવાની મળેલ તકનો લાભ લઇ જીવનમાં આગળ વધવાનો અનુરોધ કરેલ હતો. કાર્યક્રમનું સમાપન  જૂ. કૃ .યુ.  જુનાગઢના   કુલસચિવશ્રી, ડો. વાય. એચ. ઘેલાણી સાહેબે ઉપસ્થિત  રહેલ  સૌ મહાનુભાવોનો તેમજસંશોધન નિયામકશ્રી, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, જુ.કૃ.યુ. જુનાગઢ અને   જુ.કૃ.યુ. જુનાગઢના  જુદા જુદા વિભાગના વિભાગીય વડાશ્રીઓ, તેમજ પેટા કેન્દ્રના વડાશ્રીઓ અને જુ.કૃ.યુ. ના  નિયામક મંડળ સભ્યશ્રી આદરણીય  ડો. થોભણભાઈ ઢોલરીયા સાહેબ અને ડો. એમ.ડી. ખાનપરા સાહેબ, ખેતીવાડી અને બાગાયત ખાતાના અધિકારીશ્રીઓ, પ્રિન્ટ મીડિયાના પત્રકારશ્રીઓ ,  વિધાર્થીઓ, વૈજ્ઞાનિકશ્રીઓ, સૌ કર્મચારીગણ, ખેડૂતભાઈઓ અને બહેનોનો  હ્રદયપૂર્વક  આભાર વ્યક્ત કરી  કરેલ હતું.

Picture1
Picture2
Picture3
Picture4
1/4 
start stop bwd fwd

News

10th September 2025 Krishi Vigyan Kendra, Junagadh Agricultural University, Khapat, Porbandar was organised Technology Week.
An inauguration ceremony of newly constructed Sports Complex and College Canteen was held at the College of Agriculture, Junagadh Agricultural University, Mota Bhandariya, Amreli
તારીખ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કેરીયા રોડ, અમરેલી ખાતે "ટેકનોલોજી વીક -૨૦૨૫"નું આયોજન કરવામાં આવ્યું હતું.
The postgraduate students of the Department of Plant Pathology along with faculty members have received notable recognitions as Young Scientist Award, Best Ph.D. Thesis Award and Best M. Sc. (Agri.) Thesis Award.
કૃષિ મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જામનગરના શુભારંભ, સાયન્ટીસ્ટ ડે, ખેડૂત જાગૃતિ કાર્યક્રમ અને કૃષિ ટેક્નોલોજી સપ્તાહ ઉજવણી ઉદ્ઘાટન સમારોહ મુખ્ય સુકીખેતી સંશોધન કેન્દ્ર, જુ. કૃ. યુ., તરઘડિયા ખાતે તા. ૦૫-૦૯-૨૦૨૫ ના રોજ યોજાયેલ.
તા:૦૧/૦૯/૨૦૨૫ નાં રોજ કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ અને મોરબીના વિદ્યાર્થીઓનો દીક્ષારંભ કાર્યક્રમ યોજાયેલ.
બાગાયત પોલિટેકનીક, જૂનાગઢ દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનની કામગીરી કરવામાં આવેલ.
Celebration of Anti-Ragging Week by Polytechnic in Horticulture, JAU, Junagadh.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તા.૨૫/૦૮/૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય કેડેટ કોપ યુનિટ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ અને ૮ ગુજરાત બટાલિયન, એન.સી.સી., જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
Junagadh Agricultural University JAU has proudly achieved a significant milestone in the India Today Rankings 2025, securing the 30th position at the national level and ranking 1st within the state among government universities across India.

Advertisements