તારીખ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કેરીયા રોડ, અમરેલી ખાતે "ટેકનોલોજી વીક -૨૦૨૫"નું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કેરીયા રોડ, અમરેલી ખાતે "ટેકનોલોજી વીક -૨૦૨૫"નું આયોજન ડો. મીનાક્ષી કે. બારીયા,વરિષ્ટ વૈજ્ઞાનિક અને વડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તા ૮ -૧૨ સપ્ટેમ્બર સુધી રહશે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક કૃષિ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
આ કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા કૃષિ પ્રદર્શનનું ઉદ્ઘાટન અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. આ પ્રસંગે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. વી. પી. ચોવટીયાએ અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કર્યું હતું. સંશોધન નિયામક ડૉ. એ. જી. પાનસુરીયા,વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એન. બી. જાદવ અને કુલ સચિવ ડૉ. વાય. એચ. ઘેલાણીએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. પ્રગતિશીલ ખેડૂત અને પીપીએજી એવોર્ડ વિજેતા શ્રી વનરાજભાઈ ઝાપડિયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વધુ માં અમરેલી જિલ્લાના કૃષિ અધિકારીગણ શ્રી બી. એચ. પીપળીયા, નાયબ ખેતી નિયામકશ્રી,વિસ્તરણ, અમરેલી,શ્રી એ. એમ. કરમુર, નાયબ બાગાયત નિયામકશ્રી, અમરેલી,શ્રી. એમ. ઝેડ. ઝીડ, નાયબ ખેતી નિયામકશ્રી, અમરેલી, ડો. વી. એન. ગોહિલ, સંશોધન વૈજ્ઞાનિક, એઆરએસ, અમરેલી અને . સ્વપ્નિલ દેશમુખ, આચાર્યશ્રી, કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી હાજર રહ્યા હતા.
કૃષિ વૈજ્ઞાનિકો ડો. વી. એસ. પરમાર,ડો નેહા તિવારી અને ડો. સ્વેતા પટેલ દ્વારા ખેડૂતો ને વિવિધ પાકોની નવીન જાતો,પ્રાકૃતિક ખેતી પદ્ધતિ,કપાસમાં પોષણ વ્યવથાપન અને મૂલ્યવર્ધનની વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતમાં ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં તેઓએ વર્મી કમ્પોસ્ટ અને જીવામૃત બનાવવાની પદ્ધતિઓનું જીવંત નિદર્શન જોયું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેનો લાભ લીધો હતો. આભારવિધિ ડૉ. વી. એસ. પરમાર દ્વારા કરવામાં આવી હતી.